Performance Enhancement
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેસન (ટૂંકમાં ગુજરાત એગ્રો અથવા GAIC) ગુજરાત ગવર્નમેન્ટની ૫૧ વર્ષ જૂની સંસ્થા છે. જેનો મૂળ હેતુ ખેતી અને ખેડૂત ઉપયોગી કાર્યો કરવા એ અંગે વસ્તુઓનું પ્રોડક્શન કરવું અથવા માર્કેટમાંથી મોટા જથ્થામાં સસ્તામાં ખરીદી ખેડૂતોને સસ્તામાં પોચાડવું. જેમની વેબસાઈટ https://gaic.gujarat.gov.in/index.htm છે. (એગ્રિગેટર (ઓનલાઈન ડીલર) બનવા માટેના ફોર્મ આ વેબસાઈટ ઉપરથી મેળવી શકાશે.)
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેસન (ટૂંકમાં ગુજરાત એગ્રો અથવા GAIC) દ્વારા ઓનલાઈન માર્કેટ પ્લેટફોર્મ ઉભું કરીને ગ્રામ્ય અને તાલુકાના શિક્ષિત વેપાર સાહસીકોને; માત્ર મોટા શહેરમાં મળી શકે તેવી તક; પોતાના જ ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં આપવા માટેનું એક ઓનલાઈન બીઝનેસ મોડેલ ઉભું કરી રહ્યા છે. જે સંપૂર્ણપણે મોબાઇલ એપ દ્વારા બીઝનેસ થઇ સકતો હશે અને એ પણ ખુબ ઓછા રોકાણથી શક્ય બનશે. સામાન્ય રીતે થતા વેપાર કરતા સંપૂર્ણ જુદું વેપાર મોડેલ હશે અને તે પણ પોતાના મોબાઇલમાં ગુજરાતી ભાષામાં તય્યાર કરેલ મોબાઇલ એપ દ્વારા હેન્ડલ કરી શકાતું હશે. આ વેપાર મોડેલમાં જોડાનાર વેપાર સાહસીકોને એગ્રિગેટર (અથવા ઓનલાઈન ડીલર) તરીકે ઓળખવામાં આવશે. આ વેપાર મોડેલને KeVi Mart (કેવી માર્ટ) તરીકે ઓળખવામાં આવશે.
એગ્રીગેટર (ઓનલાઇન ડીલર) બનવા માટેની વિધિ
૧. સેન્ટર હેડ પાસેથી ફોર્મ કલેક્ટ કરવું અથવા GAIC ની વેબસાઈટ ની લિંકઉપરથી ડાઉનલોડ કરી ભરી લેવું. આ વેબસાઈટ ની લિંક [http://gaic.gujarat.gov.in/e-commerce-guj.html]
૨. ફોર્મ ની સંપૂર્ણ વિગત ભર્યા પછી અને જરૂરી બિડાણો સાથે રૂપિયા 3,00,000/- ડિપોઝિટ D.D ના સ્વરૂપે સેન્ટર હેડ ને જમા કરાવવા.
૩. સેન્ટર હેડ અથવા GAIC મૅઈન ઓફિસ દ્વારા સ્ક્રૂટિની કરીને નિમણુંકની પ્રક્રિયા થશે. જો તેમાં યોગ્ય જણાશે તો એગ્રીગેટર માટે નું ઓનલાઈન રજીસ્ટ્રેશન પાસવર્ડ દ્વારા થશે. “KeVi Mart” પ્લેટફોર્મ થી બીઝનેસ ચાલુ કરવા માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન થશે.
૪. એગ્રીગેટર નું ઓનલાઈન રજીસ્ટ્રેશન પછી પોતાના ૧૫૦૦ કે તેથી વધુ ગ્રાહક ના રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા માટે આગળ વધશે.
એગ્રીગેટર (ઓનલાઇન ડીલર) ની કામગીરી
૧. હાલમાં તમારું જેટલું લોજિસ્ટિક નેટવર્ક હોય તેટલા વિસ્તારમાંથી ઓનલાઈન મેમ્બર બનાવવાના છે. ૧૫૦૦કે તેથી વધુ મેમ્બર ૧૦ અઠવાડિયામાં બનાવાના છે.
૨. સૌ પ્રથમ એગ્રીગેટર તરીકે પોતાની કંપની નું રજીસ્ટ્રેશન કેવી માર્ટ એપ્લિકેશન પર લોગીન કરી દેવું.
૩. પોતાના મેમ્બર્સ માટે મિટિંગ નું આયોજન કરી, આપણા મેમ્બર્સ નું રજીસ્ટ્રેશન કેવીમાર્ટ એપ્લિકેશન પર કરવું
૪. શરૂઆતમાં તે મેમ્બરોને ઓર્ડર કેમ આપવો અને શું શું ફાયદાઓ છે એનાથી માહિતગાર કરવાના રહેશે.
૫. તમારા લોજિસ્ટિક નેટવર્કનું સેટઅપ કરવાનું રહેશે.
૬. નવી આવતી વસ્તુઓ/ઉત્પાદનોની માહીતી ગ્રાહકો સુધી ઓનલાઈન/ઓફલાઈન પહોચાડવાની રહેશે.
૭. નવી આવતી વસ્તુઓ અને ઑફર્સ મેમ્બર્સ માં જાય તે રીતે વિડિઓ અને બ્રોચર એપ્લિકેશન થકી મોકલવાના રહેશે
૮. ગ્રાહક દ્વારા મોબાઇલથી મળેલ ઓર્ડરને તમારા મોબાઇલમાંથી કન્ફર્મ કરવાનો રહેશે.
૯. તાલુકા સુધી તેમને માલની ડીલીવરી કરવામાં આવશે જે તમારે તમારા લોજિસ્ટિક નેટવર્કથી ગ્રાહક સુધી પહોચાડવાનો રહેશે.