Performance Enhancement
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેસન (ગુજરાત સરકારનું સાહસ) તરફથી ઉત્પાદકો અને વિક્રેતાઓ માટે એક સોનેરી ઓફર
ગુજરાતના તમામ નાના મોટા ઉત્પાદકો અને વિક્રેતાઓ ઓનલાઈન વેપાર કરી શકે એ માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેસન (ગુજરાત સરકારનું સાહસ) દ્વારા “કેવી” માર્ટ મોબાઇલ એપ દ્વારા ઓનલાઈન માર્કેટ પ્લેસ શરુ કરવામાં આવેલ છે. જે પ્લેટફોર્મ ઉપર ગુજરાતના અંદાજીત 10 લાખથી વધુ કુટુંબોને મેમ્બર બનાવામાં આવી રહ્યા છે, એટલે કે અંદાજીત ૫૦ લાખથી વધુ નાગરિક સમૂહની જરૂરિયાતની માર્કેટ ઉભી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારના લોકોને મેમ્બર બનાવામાં આવી રહ્યા છે. જે વિસ્તાર સુધી હજી કોઈ ઓનલાઈન કંપનીઓ પહોચી શકી નથી. કારણ કે ગ્રામ્ય વિસ્તારના લોકોના ઘર સુધી માલ પોહચાડવો તે મુશ્કિલ કામ છે. જી.એ.આઈ.સી. આ માટે ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારમાં લોજીસ્ટીક નેટવર્ક સ્થાપી ચુકી છે. જેથી ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારના કુટુંબો સુધી સરળતાથી માલ પહોંચાડી શકાશે.
“કેવી” માર્ટ ઓનલાઈન માર્કેટ પ્લેસમાં જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ ઉપરાંત ખેત ઉપયોગી વસ્તુઓ અને અન્ય વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવશે અને ઉત્પાદકો અને વિક્રેતાઓને, ગ્રાહક સાથે મુક્ત રીતે અને સીધો વેપાર કરવાની તક મળી રહેશે. જી.એ.આઈ.સી. ભવિષ્યમાં “કેવી” માર્ટ ઓનલાઈન માર્કેટ પ્લેસમાં અન્ય રાજ્યોના ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારના કુટુંબો પણ લાભ આપવા માંગે છે.
“કેવી” માર્ટ ઓનલાઈન માર્કેટ પ્લેસમાં ઉત્પાદકો અને વિક્રેતા તરીકે મેમ્બર બનવું અત્યંત સરળ છે અને આ અંગે કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવાનો રહેશે નહિ. નીચેની લિંક ઉપર તમારી વિગત ભરી નાખવી અને તમારો કોડ જનરેટ થાય તે આ સાથે જોડેલ ફોર્મમાં તે કોડ નાખી વિગત ભરીને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેસનના સરનામે મોકલી આપવું. તુરંતમાં જ જી.એ.આઈ.સી. ના ઓથોરાઇઝ એક્સપર્ટ આપનો રૂબરૂ સંપર્ક કરી તમને ઓનલાઈન માર્કેટ પ્લેસમાં મેમ્બર બનવાથી લઈને માલની વિગત નાખવામાં મદદ કરશે. તમે તમારા વ્યવસાયને મોટા પાયે વિકસાવવા માંગતા હો તો આ સોનેરી અવસર છે.